સાચા દિલ
સાચા દિલ
વાહ ! શું વાત થઈ,
નખરાળી આંખો જાળ બિછાવી ગઈ.
ખોવાયા ચહેરામાં,
અને નજર તન ઉપર ફિદા થઈ.
ભાષા આંખોની ઈશારો કરી ગઈ,
મનશા લીબાસ પર ઘેલી થઈ ગઈ.
પ્રેમ અને પ્રેમજાળમાં
નજાકત સમજ ઓ નાસમજ,
એકમાં ડૂબી જતાં જીવાય છે,
બીજામાં બેહાલ જીવાય છે.
એકમાં કોલ દઈ જીવાય છે,
જ્યારે બીજામાં શંકા સેવાય છે.
પ્રેમને સમજ,
ઓ નાસમજ,
નહીં તો ગલીના નાકે લટકતી 'નનામી' ના દીવાલ જેવી લાગે છે.
ફક્ત લાલ અક્ષરે લખેલ 'સૌજન્ય' વંચાય છે.
આસાન નથી પ્રેમને
કળી શક્યા નહીં,
આખી કહાનીમાં
સાચા દિલના ઉલ્લેખ ક્યાંય થયાં નહીં !

