રવિવાર
રવિવાર
રવિવાર શનિવારથી દિલ બેકરાર,
આવે રજા રોજિંદી ક્રિયા ભરમાર,
નોકરી કરતાં લોકો કરે ઈન્તજાર,
આવે રજા કંઈક કામ ભરમાર,
થાય આનંદિત પરિવાર રવિવાર,
બાળકોને ઉત્સાહ રહે અપરંપાર,
મોજ મસ્તી ભરી લેવાનો વાર,
"રાહી" આરામ આરાધનાનો તહેવાર.
