રવિની કથની
રવિની કથની
અવસ્થા હતી એની નાની જયારે,
મોટો થયો મામા ઘરે નાની ક'ને,
પ્રભાતે ઉદય થતો રવિનો ત્યારે,
રવિ પાક ખીલતો ખુબ ભર્યા મને,
સવાર એકે રવિવારની ભાગ્યો,
રવિ દોડતો વાડીમાં જઈ પહોંચ્યો,
કાચી પાકી સડક જ્યાં છે ખેતરે,
દોડી થાકી પાકીને સડક થઇ ગયો,
કાચું ખાધું ખેતરે વાયુ વેગે વહેતો,
વાયુથી પીડા પેટની ઉપડી ઘણી,
રવિની તપાસી નાડી વૈદ બોલ્યા,
કરો ઢીલી તમે નાડી લેંઘા તણી,
ને ઓસડ તારું આજથી મોળી ચા,
મોડી પી કે વહેલી એ લે તું જાણી,
અખાડા કર્યાં વગર તું રોજે રોજ,
જજે અખાડામાં ને બહુ પી પાણી !