રૂડું સોહામણું ગામ
રૂડું સોહામણું ગામ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ચુંવાળ પરગણુને ઉઘરોજ
મારુ રૂડુ સોહામણું ગામ
મા શક્તિનું, મણિભદ્ર્વીરના
શોભે છે રૂડા રે ધામ,
સૌ લોકો હળીમળીને રહે
નથી કોઈ નાતજાતના ભેદ
લોકોના હૃદયમાં પર હંમેશા
લાગણીઓનાં મલકે વેદ
દુ:ખમાં સૌ સાથે રહીને
કરતા હળીમળીને કામ
ચુંવાળ પરગણુને ઉઘરોજ
મારુ રૂડું સોહામણું ગામ,
ગામમાં આવેલું વિશાળ તળાવ
અપાવે વડદાદાની યાદ
સુખ દુ:ખમાં સૌ સાથે રહેતા
એવો સૌનો છે નાદ
મા શક્તિનો મેળો ભરાય
લોકોનાં રૂદિયે રમે છે રામ
ચુંવાળ પરગણુને ઉઘરોજ
મારુ રૂડુ સોહામણું ગામ,
દીકરીઓની માન મર્યાદા રાખે
દુશ્મન માટે બને તલવાર
સૌ શાંતિથી વર્તે વખત ટાણે
બની જાતા રા-ખેંગાર
પંખીનો શોર, વડીલોનો સાદ
આ છે મારા ગામની શામ
કનક કહે પ્રાણથી પ્યારુ મારુ ગામ
ચુંવાળ પંથકમાં ગુંજે નામ.