રૂડો ભારત દેશ મારો
રૂડો ભારત દેશ મારો
રુડો, રંગ અને રમણીયતાથી ભર્યો છે મારો દેશ,
રંગરંગીલા-છેલછબીલા લોક ભર્યો મારો દેશ.
પર્વતોની ગિરિમાળાથી છવાયેલો મારો દેશ,
ખળખળતી નદીઓના નીરે ભીંજાયેલો મારો દેશ.
લીલી વનરાજીઓથી પથરાયેલો મારો દેશ,
પશુ-પંખીઓ,પુષ્પોથી સોહાયેલો મારો દેશ.
અનેક જાતિ,જ્ઞાતિ, રંગ-રુપમાં વહેંચાયેલો મારો દેશ,
વિવિધ ભાષા બોલીઓમાં બોલાયેલો મારો દેશ.
વંશ,પરંપરા ને સંસ્કૃતિમાં સમાયેલો મારો દેશ,
વિવિધ ધર્મ ધારણાઓથી ગૂંથાયેલો મારો દેશ.
શૌર્યવાન,શકિતશાળી,ગરિમાથી ઘડાયેલો મારો દેશ,
સાહસ અને હિંમતના હિલ્લોળે હીંચાયો મારો દેશ.
વિશ્વ આખાયમાં ભરપૂર વખણાયેલો મારો દેશ,
ગૌરવશાળી અને વૈભવશાળી છે મારો ભારત દેશ.