STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

રત્નાકર

રત્નાકર

1 min
78

તું એક નિષ્ફિકર નદી ને હું રહ્યો અફાટ રત્નાકર જેવો,

ફેલાવીને બેઠો છું સદીઓથી બાંહોને, સમાવવા તને એવો.


તું આવી શકી નહીં, ને પ્રતીક્ષા કરતો રહ્યો હું પાગલ જેવો,

મીઠાશ મળી જો તારી, ખારાશને ભૂલ્યો દરિયો આ એવો.


પ્રેમ પણ થયો હવે આપણો ભૂગર્ભનાં કોઈ વહેણ જેવો.

વહેશે તો ખરો પરસ્પર તરફ, પણ કોઈ જોઈ ન શકે એવો.


મિલન શક્ય નથી, વિચાર છે 'નિપુર્ણ' એ ક્ષિતિજ જેવો,

લેવાનો છે આનંદ આ,એકબીજાની સાથે કાલ્પનિક એવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance