રસ્તો..જે હું શોધ્યા કરું
રસ્તો..જે હું શોધ્યા કરું
યાદ મારી તને આવે છે કે નહીં, ખબર નહિ
હું તો તને હર નિમિત્તે યાદ અનહદ જ કરું.
ફરિયાદ નથી કોઈ, તું મને યાદ કરે કે ન કરે,
તને ખબર છે કે હું તને યાદ હર પળે કરું.
કઈક તો બતાવ તું ક્યાં છે, કોઈ નિશાની દે
ક્યાંક તો રસ્તો છે એ, જેને હું શોધ્યા કરું.
ઠહેરાવ આવ્યો છે જિંદગીમાં બસ હવે,
મળ્યા કે ન મળ્યાનો, અફસોસ હવે ન કરું.
જેટલું પણ બચ્યું છે, 'નિપુર્ણ' હવે જીવન
જે મળ્યું એનાથી સંપૂર્ણ સંતોષ હવે હું કરું