STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Tragedy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Tragedy Inspirational

રસોડું મારું રમતનું મેદાન

રસોડું મારું રમતનું મેદાન

1 min
179

રસોડું મારું જાણે રમતનું મેદાન,

કરું હું નવા નવા દાવ નવી પ્રેક્ટિસ,

પ્રશંસાના બે શબ્દો મળે એ મારી જીત છે,

રસોઈમાં ખોડ કાઢે એ મારી હાર છે

પણ તોય બધા સદસ્યો માટે મને પ્યાર છે,


સપનાઓ અને શોખ ને મૂક્યા મે માળિયે,

રસોઈના નવા નવા શોખ મે પાળ્યા,

પાટલી વેલણ સાથે હું કુસ્તી રમુ,

મારી તંદુરસ્તી વધારું,

બ્લેન્ડર સાથે હું ફેરફુદરડી ફરુ,

મારા શરીર ને સમતોલ હું રાખું,


રોટલી સાથે ગોળ ગોળ ઘૂમુ,

પેટનો ઘેરવું હું ઓછો કરું,

કાકડી કોબી એ મારી મૂકી ચેલેન્જ,

જોઈએ કોનામાં કેટલું પાણી છે

કાકડી કોબીની પણ કચુંબર કરી,

મારું પાણી મે બતાવી દીધું,


ગુલાબ જાંબુ કહે હું બહુ મીઠું,

મે કહ્યુ એક મા જેટલું મીઠું નહિ,

તારી મીઠું થવા ચાસણીની જરૂર,

અમને ઈશ્વરે આપી ભેટ,


દહીવડા ને ગોટા મારી લખોટી,

એની સાથે રમવાનું મને ફાવે નહિ,

આરોગી એને કોલેસ્ટ્રોલ વધારવાનું મને ફાવે નહિ,

ખાટા ઢોકળાને મારી ગુસ્સાની ખટાશ ને તીખાશ આપી,

ફરી હું મીઠી થઈ જાઉં,


પાણી પૂરી તો મારી ખાસ મિત્ર જેવી,

એની સાથે કરી લઉં વાતો બે ચાર ચટપટી,

દાળ સાથે ક્યારેક હુંય ઉકળું,

તોય શીતળ બરફ બની કરવું સૌનું જીવન ઉજળું,


હું તો રસોડાની રાણી,

ખુશીઓ લાવું તાણી,

બનાવું સૌનું જીવન ઉજાણી,

તોયે અમારી કદર ક્યાં કોઈએ જાણી,

બસ કમાવો તો ખબર પડે,

મારી ટોણો આંખમાં લાવે પાણી,

હા હું રસોડાની રાણી,

કહેવા ખાતર તો મહારાણી,

આ વાત ક્યાં છે

કોઈથી અજાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama