STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રશ્મિ વીણા

રશ્મિ વીણા

1 min
161

અખિલ બ્રહ્માંડના બે પહેરેદાર..એક તેજ ને બીજું તિમિર. તેજ ઉજાસી ઉષ્માસભર હોય કે ચાંદનીસમ શિતલતા વરસાવતું હોય. આ કિરણો એટલે સૃષ્ટિનો પૃષ્ટિ ખજાનો. 

ગ્રેગેરીઅન પંચાંગ પ્રમાણે રાત્રે ૨૦૨૧ નવું વર્ષ મંગલ પદાર્પણ કરશે. સવારે સૂર્ય દેવ તેજ કિરણો વરસાવી, આ અવનીને તેજ પતાકાથી ઉષ્મિત આવકાર દેશે. વસુધાના પૂર્વ ખંડે ઉજવણી શરુ કરી, અમેરિકા ખંડે ન્યુયોર્ક , રાતાના ૧૨ ઘડીયાળના કાંટે ઝૂમી ઉઠશે. કેલિફોર્નિઆથી, સૌ સ્નેહીજનોને નૂતન વર્ષાભિનંદન.. 2021.

રશ્મિ વીણા




અખિલ બ્રહ્માંડે , તેજ તિમિર કહાણી

કિરણ તવ ગાથા, ગેબી પુષ્ટિ પ્રમાણી



સપ્ત  તરંગ, તુરંગ  ઢંગે  રંગી  સવારી

નવ  ચૈતન્ય,   પ્રભાત તું  પાવનકારી



મેઘ  ધનુ  ઉમંગ,  રંગત રે  જલમાળી

સંવારે જગ ધુરા, રે કિરણ કરુણાકારી



પલક  ઝબૂકે,  ગતિ  સુરેખી  રવ  વિના

દૃષ્ય  ઉજાશે, પુષ્ટિ દે, રમ્ય રશ્મિ વીણા



કહું  કિરણ  તુજને, કૌમુદી   કલહંસી

ચંચલ મન બજાવે, સાગરની જલબંસી



મનહર   ભાતે,   નક્ષત્ર  ટમટમ  ઝૂમતાં 

શશિ શીતલ કિરણો, ઝીલે સૃષ્ટિ અમૃતા



વિસ્ફોટે ;  વિકિરણો  રે  પ્રલયકારી

સંવારે  સકળ સૃષ્ટિ  તવ  બલિહારી



છૂપા ભેદ ભરમનો, કિરણ તવ ખજાનો

પ્રાથું જ પુષ્ટિ પ્રદાતા, તું ચૈતન્ય કટોરો(૨)


રમેશ પટેલ(આકાશદીપ)



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational