STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

રસાયણ

રસાયણ

1 min
71

ગજબનું રસાયણ છે આ સંબંધોમાં,

મદદ કરે એકબીજાને હળવા થવામાં,

વરસે છે એક ને બીજું ઝીલે એને મનમાં

ગુસ્સો ઠાલવે જો એક, બીજું રહે શાંતિમાં.


શરૂઆત આપણી થઈ આકર્ષણમાં,

પછી ખોવાયા જીવનનાં વ્યવહારોમાં,

ફરી મળ્યા ને ખીલ્યાં પૂરી સભાનતામાં,

ચાલીશું સાથે જીવન-નદીનાં બે કિનારામાં.


નજરની સામે ને સાથે ભીનાશ લાગણીમાં, 

સમાંતર હોવું પણ ક્યાં છે બધાનાં નસીબમાં

શું થઈ ગયું જો મળી ન શકીએ આ ભવમાં,

આટલું ક્યાં ઓછું છે 'નિપુર્ણ' આ જનમમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance