રસાળ ધરતી
રસાળ ધરતી
સૂકી ભઠ્ઠ જમીનમાં સહેજ પાણીનો છંટકાવ કરી તો જો,
એ પણ ભીજાશે સહેજ ભેજ છાંટી તો જો..!
માણસ જેવો માણસ પણ ભીંજાય છે,
આ તો માટી છે સહેજ ભીની કરી તો જો..!
સહેજ ભીનાશે થશે એય ઉપજાઉ,
પ્રેમે એક દાણો વાવી તો જો..!
માણસનું પણ ભીતર માટી જેવું,
લાગણીની એક હેલી વહાવી તો જો..!
માટીને માણસ સ્વભાવે સરખા રસાળ,
હૂંફની એક છાલક મારી તો જો..!
ઉતારો આપશે મબલખ તને,
ફળદ્રુપ બનાવવા હૈયે હળ ચલાવી
તો જો..!
હૈયે હરખનાં ચાસ પાડી તો જો,
ઉતારો આવશે સારો
માટી ને માણસ સમજી તો જો...!
માટી લે એનાં કરતાં દેશે બમણું,
એકવાર હેતે કાંઈક એમાં ઉગાડી તો જો..!
