STORYMIRROR

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

રોટલીના લોટમાં

રોટલીના લોટમાં

1 min
138

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, 

જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં,


જો જરા વર્તન તું નરમ રાખે તો તું ખીલી શકે,

વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં,


આવશે હમણાં ને એ પૂછશે કે કેમ છે,

યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં,


અરે એક નાની વાતમાં કેટલું બોલ્યા હતા,

આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં,


લોટ પાણી મોણ મા નું વ્હાલ આ છે રેસિપી,

રીત બદલાવી દીધી મેં રોટલીના લોટમાં,


ભૂખ બહુ લાગી હશે અને તડકો પણ છે કેટલો,

હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં,


આમ તો છે રોજનું કામ દર્શન છતાં,

સાંજ હરકાવી દીધી મેં રોટલીના લોટમાં,


પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance