STORYMIRROR

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

એની સાથે મુલાકાત પહેલી હતી

એની સાથે મુલાકાત પહેલી હતી

1 min
178

રૂપ કૈફી હતુંં આંખો ઘેલી હતી,

ને હથેળીમાં એની હથેળી હતી,


મન મહેકતુંં હતું ભીના કંપન હતા,

એની સાથે મુલાકાત પહેલી હતી,


આંખમાં એક દરિયો છૂપાયો હતો,

પણ શીશુ જેવો નિદોર્ષ ચહેરો હતો,


અરે છોકરી જે મારી સામે બેઠી'તી,

ખુબ અઘરી હતી સાવ સહેલી હતી,


એ દર્શન મીઠી મૂંઝવણ હતી હોઠ તો ચૂપ હતા,

જો હતો તો હતો મૌનનો આશરો,


એને જ્યારે કહ્યું હું તને ચાહું છું,

અરે જિંદગી એક પળમાં ઉકેલી હતી,


જોતજોતામાં એ તો રિસાઈ ગઈ,

દૂર જઈ ના શકીએ તોય મારાથી એ,


ફેરવી તો લીધું મોઢું છણકો કરી,

પીઠથી પીઠ તો પણ અડેલી હતી,


એ દર્શન કેમ સમજાવુ તને,

એ પડછાયાની ઝલક હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance