STORYMIRROR

Darshan Maiyani

Romance

2  

Darshan Maiyani

Romance

કાનુડે કરી છે ફરિયાદ

કાનુડે કરી છે ફરિયાદ

1 min
13

કાનુડે કરી છે ફરિયાદ,


ગોકુળમાં બી એસ એન એલ બંધ છે,

અને મને આવી છે રાધાની યાદ,

કવરેજમાં હોય ત્યારે કામમાં હોય રાધા,

અને લેનલાઈન પારકા ઉપાડે,

કેટલાય રિચાર્જ મેં એને મથુરાથી મોકલ્યાં,

તોય રાધા મારો ફોન ના ઉપાડે,

એસ એમ એસથી દેતી નથી દાદ,


રાધા ને કૃષ્ણ એ કરી છે ફરિયાદ,


સંબંધો ભલેને સાવ પૂરા થઈ ગયા હોય,

પણ મિસ કોલ કરવાનો વ્યવહાર તો રાખ,

સેમસંગ ના ઈનસ્ટ્રમેન્ટ છોડ રાધા ગોરી,

હવે એ મેઈલનો સ્વાદ તો જરા ચાખ,

વોટ્સ એપ પર કરને એક સાદ,


આજ કાનુડા એ કરી છે ફરિયાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance