STORYMIRROR

Rekha Patel

Classics

4  

Rekha Patel

Classics

રોશની

રોશની

1 min
357

આભનાં અંધારા પીને તારલિયે ઉગે રોશની, 

ચંદાની ચાંદનીમાં દૂધ જેવી ઉગે રોશની. 


પરોઢિયે આવે સૂરજદાદાની નવલી સવારી, 

કિરણોની પાલખીએ ચડીને આવે સોનેરી રોશની. 


પ્રેમના દિવડા મારાં ટમટમ થઈને ઝગમગતાં, 

હાથમાં હાથ પકડીને દિવો લઈને આવે રોશની. 


નિયોન લાઈટનાં આ દૂધીયા પ્રકાશનાં ધોધમાં, 

અજવાળાની આંખો બનીને આવે રોશની. 


દિલની જ્યોતની જ્યોતિ બનીને આભે ફેલાઈ જઈ, 

પરમ તત્વનું આસન જાણી આવે રોશની. 


આભે ઝબૂકીને પથરાઈને ચાલી જતી વીજળી, 

કાળાં ડિબાંગ વાદળો વચ્ચે અવાજની સાથે આવે રોશની. 


"સખી" આ ઉનાળો પણ વીજતંત્રની બલિહારી પર નભે, 

ઘડીક યાદોની વાદળી બનીને ઝબૂકી જતી આ રોશની. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics