STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama Romance

3  

Dr.Riddhi Mehta

Drama Romance

રોમાંચ દિલનો

રોમાંચ દિલનો

1 min
346

શમણે મઢી સોનેરી સપનાંની ક્ષણો,

પ્રકાશ પથરાયો લીલી જાજમે અનેરો,


દિલનો ફૂટ્યા પ્રણયનાં નવાં એ ફણગા,

મને દીસતો સદાય એજ સુંદર ચહેરો.

આજે દિલને રોમાંચ થયો છે પ્રેમનો !!


એકનો એક ચહેરો જ સદાય ભાસતો,

બસ એની સમીપે જ રહું એવો પડઘો,

તને હું તારાં કરતાં વધુંયે લાગી માનવા,

બસ આંખોને આંખો સાથે વાત થવાનો,

આજે દિલને રોમાંચ થયો છે પ્રેમનો !!


વ્હાલ ઊભરાયો છે દિલનો ઝબોળતો,

મનમાં ઉપડ્યો છે વલોપાત નાનકડો,

તારાં એક સ્મિત માટે હું સદા હરખી,

બસ તારી એક હા નો કરૂં છું ઈંતજાર,

આજે દિલને રોમાંચ થયો છે પ્રેમનો !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama