રણઝણિયું
રણઝણિયું
ઉત્સવ ઉજાસ, નો છે મર્મ ઊંડાણનો
ગમગીની વેચાય હાટડીએ ભૂલી હાસ્યનો
પાછા આવો તમે, રાતી ચોળ રાતનો
રોજ રડે ઉજાગરો, ભોળી યાદ વાતનો
જમાવીને બેઠી અડ્ડો, અજંપો ઘાવનો
ઠોકરો ને ફોસલાવી વ્હાલ ભાવિ વાતનો
સીધુ સરળ નામ મુજનું ગુંજે તું ગીત ગાતો
નાનું નાનું 'રણઝણિયું' મૂકી હસાવતો
ખોટું ખોટું હસી ને મુજને ફોસલાવતો.
