ઋણાનુબંધ
ઋણાનુબંધ

1 min

11.2K
જો ને !
આપણો ઋણાનુબંધ કેવો છે !
એક ટીપું બની
વરસ્યા હતા આપણે
ને આજ!
પૂરો દરિયો જ ગળી ગયા.
તારા અને મારા હૃદયના
ઝાકળ ભીના સ્પંદનો
મીઠું ઝરણું બની....
કેવા મોજથી, મસ્ત બની
બસ વહેતા રહે છે.
અને હું અને તું
આજ કેટલા
વિસ્તરી ગયા કે
એક બૂંદ બની પણ
મૂશળધાર વરસી ગયા.
જો ને!
આપણો ઋણાનુબંધ કેવો છે.