STORYMIRROR

Meena Mangarolia

Romance

4  

Meena Mangarolia

Romance

રંગરંગ

રંગરંગ

1 min
754

કા'ના ,હાથમાં લઈ હોળીનાં રંગો હું તૈયાર છું હવે, નહીં રંગુ અબીલથી વાલા..ચાલને રમીએ ગુલાલ.

કા'ના , ભીનું મારું આયખું, ભીની છે ગુલાબી વસંત, રંગુ મારા પ્રેમરંગથી વાલા..ચાલને રમીએ ગુલાલ.

કા'ના, મારે હૈયે ફાગણિયો વસંત રાધાનો એક જ રંગ, તારો કેસૂડો લાલ લાલ..ચાલને રમીએ ગુલાલ.

કા'ના , આજ તારી વાંસળીનાં સૂર હું રેલાવું,

તારા રંગે રંગાઈ વાલા...ચાલને રમીએ ગુલાલ.

કા'ના, જેમ ઊડ્યો રંગ ગુલાલ એમ થાઉં હું શરમથી લાલમ લાલ.. ચાલને રમીએ ગુલાલ.

કા'ના, ઝીલું છું તારું નમણું આ વહાલ સ્પર્શે છે તારો હાથ મારો ગાલ....ચાલને રમીએ ગુલાલ.

કા'ના, તારા આંખોનું કાજળ મારા અંગે અડે અને હું થઈ જાઉં બેહાલ...ચાલને રમીએ ગુલાલ.

કા'ના, હું નમણી છું નાગરવેલ, રહું તારી આસપાસ થઈ જાઉં નિહાલ...ચાલને રમીએ ગુલાલ.

કા'ના, રાધાકુંડ ભર્યો છે ગુલાલથી, એમ થાઉં હું શરમથી લાલમ લાલ... ચાલને રમીએ ગુલાલ.

કા'ના, નવરસનો તારો છે નવરંગ, શૃંગારરસથી વાલમ લાલમ લાલ...ચાલને રમીએ ગુલાલ.

કા'ના , કરું છું શૃંગાર તને જોઈ જોઈને, મારું તન મન હરખાય વાલા.... ચાલને રમીએ ગુલાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance