રંગમાં
રંગમાં
રાધા ને ક્રિષ્ના પણ રંગાઈ પ્રેમના રંગમાં,
ફાગણિયો પણ રંગાઈ છે કેસૂડાંના રંગમાં,
વાટ જોતો હતો તારો મીઠો સ્પર્શ પામવા,
આવી ગઈ હોળી હવે મારા સપના છે રંગમાં,
ભાંગ પીધા વિના જ પાગલ બની ગયો છું,
લાગે મુજ ને જાણે ભળી ગયા રંગ માટીના રંગમાં,
ગગન અને ધરણી રંગમાં તળબતોળ છે,
છોડો બધું વ્હાલી નદી જમના છે રંગમાં.

