રંગીન બનાવીએ રાત સારી
રંગીન બનાવીએ રાત સારી
શરદ પૂનમની રાત આવી છે,
ચાંદની રેલાણી છે શીતળ ન્યારી,
છૂમ છનનન પાયલ વાગી રહી છે,
ચાલ તારી લાગે છે અતિ લટકાળી.
લતા પતા કેવી પ્રફુલ્લિત બની છે,
કોયલ ટહૂંકે છે કજરાળી કાળી,
મનનો મયૂર કેંકારવ કરી રહ્યો છે,
વાટ જોઈ રહ્યો છું હું વાલમ તારી,
ઘટા સાવનની મલકાઈ રહી છે,
પ્રેમની મહેફિલ હું સજાવું તારી,
પીયું પીયું પપિહાં પોકાર કરે છે,
વસી જા દિલમાં ઓ વાલમ મારી,
તારા મિલન માટે દિલ ધડકે છે,
નથી રહેવું હવે મારે દૂર તારી,
"મુરલી" માં પ્રેમની તાન છેડું છું,
રંગીન બનાવીએ આજ રાત સારી.

