STORYMIRROR

રંગબેરંગી ફૂલ

રંગબેરંગી ફૂલ

1 min
14.6K


મને રંગબેરંગી ફૂલ થાવું ગમે,

મને રંગબેરંગી પંખી થાવું ગમે,

મને ફૂલ થઈ ખીલવું બહુ ગમે ,

મને પંખી બનીને ઉડવું બહુ ગમે

મને રંગબેરંગી ફૂલ થાવું ગમે.


હું તો બાગ- બગીચે દોડી જાઉં,

હું તો નદીઓનેઝરણામાં નાહી લઉં,

હું તો ઊંચે પર્વત પર ઊડી જાઉં,

હું તો સુગંધ મજાની રેલાવી દઉ,

મને રંગબેરંગી ફૂલ થાવું ગમે,

મને રંગબેરંગી પંખી થાવું ગમે,


હું તો બાલુડા સાથે ઝુમી લઉ,

હું તો પતંગિયા સાથે ઉડી જાઉં,

હું તો વાયરાની સાથે ઘુમી લઉ,

હું તો ફેરફુદરડી ઘુમી લઉં,

મને રંગબેરંગી ફૂલ થાવું ગમે,

મને રંગબેરંગી પંખી થાવું ગમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children