Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Parmar

Abstract

3  

Bhavesh Parmar

Abstract

રંગાઈ જવું છે

રંગાઈ જવું છે

1 min
185


રંગાઈ જવું છે મુજને આજે આ સ્વાર્થી દુનિયાના રંગમાં,

જેથી ના મને કોઈ કહી શકે હું એકલો જ સ્વાર્થી નથી,


રંગાઈ જવું છે મુજને આજે મતલબી લોકોનાં સંગમાં,

જેથી કોઈ ના કહી શકે મને કે હું જ ખાલી મતલબી નથી,


રંગાઈ જવું છે મુજને આજે આ જૂઠનાં અભ્યાસક્રમમાં,

જેથી કોઈ મને ના કહી શકે કે હવે હું એકલો જૂઠો નથી,


રંગાઈ જવું છે મુજને આજે આ એકલવાયા જીવનમાં,

જેથી કોઈ મને ના કહી શકે કે હું ફરેબી અને બેવફા નથી,


રંગાઈ જવું છે મુજને આજે આ નફરતની ચાહતમાં,

જેથી કોઈ ના કહી શકે મને કે હવે મનમાં કોઈની ચાહત નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract