રંગ
રંગ
રંગોથી જ રમવું છે,
તો પ્રેમના રંગે રંગાવું,
ને કેટલું ને કેમ ?
એમ નક્કી કરીને શું ભીંજાવું ?
વિચારોને મારા આમતો,
રોજ શબ્દોમાં હું સજાવું
ચાલ મારા રંગોથી જ હું,
ચિત્ર એક તારું આજ બનાવું.
શુ કામ હું બદનામ,
ફક્ત ફાગણને જ કરાવું,
નિશ્ચિત છે જ્યારે બનીને,
પ્રેમ તારો જ ચર્ચાવું
સોંપી દીધી છે જાતને મારી,
તો હવે શું મુંઝાવું ?
એટલો જલ્દી 'નિપુર્ણ',
તારામાં ભરોસો કેમ ગુમાવું ?