STORYMIRROR

Mrudul Shukla

Drama

3  

Mrudul Shukla

Drama

રંગ ચહેરાનો

રંગ ચહેરાનો

1 min
196

રંગ અનોખા ચહેરાના, કોઈ ઓળખી ના શકે            

રંગ કપટનો ચહેરા પર, કોઈ પારખી ના શકે,           

…...રંગ અનોખા ચહેરાના


પકડી પાડે આયનો, રંગ અસલી ચહેરાનો                

મળે પોતાની નજર, તો રૂબરૂ કરાવે આયનો          

…...રંગ અનોખા ચહેરાના                              


હોળીમાં પ્રેમરંગથી રંગાઈ આ ચહેરો                 

રંગોની આ મોસમમાં શરમાય આ ચહેરો         

……રંગ અનોખા ચહેરાના                              


પ્રેમ રંગ લાગે પાકો, રાધા ને શ્યામની જેમ હોય સાચો  

જીવન બને રંગીન, લાગે જો ભક્તિનો રંગ  સાચો            

……રંગ અનોખા ચહેરાના                             


મૃદુલ મન સંગ રમે જે હોળી, રંગ પ્રેમનો લાગે પાકો       

ચહેરા ને રંગો નવ રંગે, તો દિલમાં ઉમંગ જાગે સાચો        

 …..રંગ અનોખા ચહેરાના


Rate this content
Log in

Similar gujarati poem from Drama