Aarohi Vaidya

Abstract Inspirational

4  

Aarohi Vaidya

Abstract Inspirational

રંગ છે એમને

રંગ છે એમને

1 min
43


આંગળીના ટેરવે અજવાળાં રાખી ધીમા ડગલે ચાલ્યાં છે,

રંગ છે એમને, જેણે રસ્તામાં સાથે કેટલાંયને ઝાલ્યાં છે !


એક પ્રિય તસ્વીરને કાગળ પર ઉતારવા પ્રયાસો અનંત કર્યાં છે,

રંગ છે એમને, જેણે મરતાં સંબંધોને ફરી જીવંત કર્યાં છે !


સર્વપ્રિય એ રંગોને એમણે ક્યાં કદી મુઠ્ઠીમાં કેદ રાખ્યા છે,

રંગ છે એમને, જેણે હજી પોતાના ઝંડા સફેદ રાખ્યા છે !


વરસતા વરસાદમાં પણ ગુંજવ્યો પોતાની આગનો નાદ છે,

રંગ છે એમને, એકાંતના અંધારે રોશની જેમનો સાદ છે !


નદીના ગાંડાતૂર બનેલ વહેણમાં પણ જે ખંતથી બધાને તારી જાય છે,

રંગ છે એમને, જે રણને ભીંજાવવા પોતાનો વરસાદ નિતારી જાય છે !


પોતાનો બાગ તરછોડીને જે બીજાને આંગણે ફૂલ બની જાય છે,

રંગ છે એમને, જે પૈસા નહીં, પોતાના કર્મોથી ધની બની જાય છે !


સૌની નિયતિ બદલીને પણ પોતાની કિસ્મતના ઘાવ આવકારી લે છે,

રંગ છે એમને, જે બધાને વસંત આપી, પોતે પાનખર સ્વીકારી લે છે !


કોઈની કહાનીને સુંદર બનાવવા પોતાનાથી બનતું બધું જ કરી જાય છે,

રંગ છે એમને, જે પોતાનું પાત્ર સર્વશ્રેષ્ઠ ભજવી, હળવેકથી સરી જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract