STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Children

3  

Kaushik Dave

Fantasy Inspirational Children

રમતિયાળ બેબી

રમતિયાળ બેબી

1 min
210

નાના નાના બાળકો,

રમે ઘરના આંગણે,


એકબીજા સાથે મસ્તી કરતાં,

રમવાનો આનંદ પણ માણતાં,


એક નાની નાની બેબી પણ,

રમતી એકલી એકલી,


રમતમાં એવી ખોવાતી,

ના લાગે ભૂખ ને ના પીએ પાણી,


એવી એ રમતિયાળ બેબી,

ફૂટબોલ દડાથી રમતી,


પગ મારીને દોડાદોડ કરતી,

મસ્ત બનીને રમતી,


એક પગ એણે દડાને માર્યો,

દડો ગગડીને રસ્તા પર આવ્યો,


મસ્તીમાં બેબીને ના રહ્યું ભાન,

દોડીને દડાને મારી એક લાત,


એટલામાં એક કાર આવી,

બેબીને જોતાં બ્રેક લગાવી,


રસ્તામાં એ ચરર..બોલી,

કાબુ ગુમાવી કાર દોડી,


જીવ બધાનો અધ્ધર થાતો,

બેબીને બચાવે કોણ ?


એટલામાં એક પરી આવી,

બેબી ને એણે ખેંચી લીધી,


કોણે બચાવી ? કોણે બચાવી ?

પડતી એવી બૂમ,


બેબીએ પરીને જોઈ,

પરીની બાહોમાં ગઈ,


કોણે બચાવી એ તો ફક્ત,

બેબી જ જાણી શકતી,


ના દેખાય પરી કોઈ ને,

બસ બેબી જ જોઈ શકતી !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy