STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

રમતાં રે'જો હો

રમતાં રે'જો હો

1 min
149

રમતાં રે'જો, રમતાં રે'જો,

માના મંદિરીયે રમતાં રે'જો,


લાઈટોના અજવાળે,

તમે રમતાં રે'જો હો......


વાંસળીના સૂરે રે,

તમે રમતાં રે'જો હો......


ઢોલીના ઢોલે હો,

તમે રમતાં રે'જો હો.......


આનંદ, ઉલ્લાસથી હો,

તમે રમતા રે'જો હો......


પીળા તે રંગની માની ચુંદલડી,

ઓઢી મા, રમતાં રે'જો હો.....


ટમ ટમતાં તારલાં સંગ હો,

તમે રમતાં રે'જો હો.........


કોકિલ કંઠેના ગરબે સંગ,

તમે રમતાં રે'જો હો.......


હૈયે ઉમંગ ભરીને હો,

તમે રમતાં રે'જો હો........


રાવતની કવિતા ને સાથ,

તમે રમતાં રે'જો હો........


માનવ મહેરામણને કાજ,

તમે રમતાં રે'જો હો.........


વાલમની જોઈને વાટ હો,

તમે રમતા રે'જો હો.........


પ્રીતમ ને સંગાથ હો,

તમે રમતાં રે'જો હો......


ઝાંઝરના ઝણકારને સાથ,

તમે રમતાં રે'જો હો.......


પાલવની પ્રીતનાં આનંદમાં,

વાલમના સ્મિતના ઉલ્લાસમાં,

તમે રમતાં રે'જો હો...........


તમે રમતાં રે'જો હો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama