રમત રમી જિંદગી
રમત રમી જિંદગી


એવી રમત રમી જિંદગીએ,
સરવાળા સૌ ખોટાં પડ્યાં,
તૂટી ગયાં સારાં ભેદી કવચો,
ને રચાઈ ગયાં નવાં અભેદ્ય કિલ્લાઓ,
હોંસલો મેં પણ રાખ્યો છે ભીતર,
હરાવવાનો એને એનીજ રમતમાં,
છે નક્કી જ જીત એનીજ થવાની
છતાંય, હારીને અમે પણ,
જંગ જીતી જવાના.