Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy

રમકડું

રમકડું

1 min
395

મન ફાવે એમ રમકડાંની જેમ રમાડયો છે મને,

આ જાલિમ જમાનાએ કૈક એમ ગમાડયો છે મને !

મેં હસાવ્યા છે હર કોઈને નિર્દોષ રમકડું બનીને,

એ જ બધાએ સાથે મળીને પોકેપોકે રડાવ્યો છે મને !

ચહેરો ખુદનો શોધી રહ્યો ભટકી ભટકી દર્પણમાં,

આ જૂઓને ક્યાં ક્યાં દુનિયાએ ભટકાવ્યો છે મને !

ભીતર આંસુ ભરીને બેઠો ને હોઠે હાસ્ય ધર્યું છે મેં,

ચાવી ભરી કચકચાવીને ખૂબ જ નચાવ્યો છે મને !

રંગ રમકડાનો અલગ અલગ અહીં હર સ્થિતિએ

મારા વજુદના ઢંગે ઢંગે ઘરાહાર બદલ્યો છે મને !

"પરમ" સ્વપ્નો જ તૂટ્યા જીવનમાં રમકડાંની જેમ,

આ વેરવિખેર ટુકડાઓએજ "પાગલ" બનાવ્યો છે મને !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy