STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

રમે કા'નો ગોપીયું

રમે કા'નો ગોપીયું

1 min
206

રમે રંગતાળી કા'નો ગોપીયું

સંગમાં તાળીઓના તાલમાં,

ભૂલી મારગડો અંધેરી રાતમાં

પૂનમનાં અજવાસમાં,


મોડું થાશે કા'ના વગાડ

વાંસળીના રુમઝુમ તાનમાં,

લાગી લગની ભૂલી ગઈ ભાન

રાસ રમું કા'નના સંગમાં,


માવલડી વાટ જોવે ન રહી

હવે સાનભાનની હૈયાના હખમાં,

રંગીલી લાગે મોરલી ધૂન

ચિત્ત ન ચોંટે માયા લગાડી રાસમાં,


રંગભીલી રાધે ઝાંઝરનાં રણકારે,

રાસ રમવાને આવે કા'નનાં સાથમાં,

વેણ્યું વાગી કા'ના હવે જવું ગોકુળમાં,

કામ રે પડ્યાં માખણ મિસરી વલોવા....


Rate this content
Log in

Similar gujarati poem from Romance