રક્ત
રક્ત


શેર ચડે લોહી એની કરવી છે વાત
ચાર વર્ણ ધરાવે રક્તની આ નાત
દરેક નાતમાં વળી ઋણ અને ઘન
ઓ પોઝિટિવને હોય દાનેશ્વરી મન
જીવો ત્યાં લગી પહોંચાડું હું સામાન
કેશવાહિનીથી છેવાડે વિના ગુમાન
શુદ્ધ લોહી વહે ધમની લઇને સત્વ
શ્વેતકણ, રક્તકણ ભર્યું લોહ તત્વ
શિરા લીલા રંગે લઇને અશુદ્ધિ વહે
રદ્દીને સ્વીકારો હૃદયને કાનમાં કહે
સંદેશ ને માલ વાહક અંગમાં રુધિર
ઉષ્ણતામાન જાળવે શરીરનું સુધિર
વહે ઈજાથી ખબર પડ્યે જાતે જામે
બિમારીમાં દવા ખૂનથી અંગ પામે
ધબકતું હૃદય રાખે માપમાં દબાણ
રોગ પ્રતિકારક શોણિત શક્તિ ખાણ
સુણી વાત કાપો તો લોહી ન નીકળે
હલકું લોહી હવાલદારનું એ કેમ કળે
શેર ચડે લોહી એની કરવી છે વાત
લોહી સહુનું લાલ ગમે તે હોય જાત
શેર ચડે લોહી એવી કરી દીધી વાત
લોહી પીવું બંધ કરું પુરી કરી વાત.