રક્ષાબંધનનો પત્ર
રક્ષાબંધનનો પત્ર
આ દેશની સંસ્કૃતિ અદભુત છે... નજીકના દિવસોમાં રક્ષાબંધન તહેવાર આવે છે તો હું તમને બધા ભાઈઓને રક્ષા મોકલું છું. દેશની સરહદે રક્ષા કરો છો તમને બધાને દિલથી સલામ....
મારા ચેહર મા અને દયાળુ હનુમાન દાદા તમારી અને તમારા પરિવારજનોની રક્ષા કરે એવી દિલથી દુઆ કરુ છું..
રક્ષાબંધન એ સ્નેહના તાંતણાનો સંબંધ છે.
તમે દેશની રક્ષા કરો છો.
અમે તમારી રક્ષાની દુઆ અને શુભેચ્છા મોકલીયે છીએ.
"રાખડી તો હેતભીની આંખડી"
"રાખડી તો પ્રસન્નતાની પાંદડી"
આ રક્ષાબંધનનો તહેવાર એ ભાઈ બહેનના નિર્મળ સંબંધનું નજરાણું છે.
મારા દરેક વીર જવાનોને દિલથી દુઆ..
તમારુ તન સ્વસ્થ રહે..
મન પ્રસન્ન રહે..
જીવન ઝિંદાદિલ રહે..
