STORYMIRROR

Vandana Patel

Inspirational Children

4  

Vandana Patel

Inspirational Children

રજવાડું

રજવાડું

1 min
362

લાડ પિતાના, માની મમતા

બહેની કંઠે હાલરડું,

લાડકવાયો ભઈલો મારો

મળે એને રજવાડું,


બાળપણ એનું શાહી રહે

મનગમતું મળે રમકડું,

મોટો થઈ ગાડીમાં ફરે

ભોગવે એ રજવાડું,


મળે સુખ સંપતિ ને ઐશ્વર્ય,

મળે મનગમતી લાડી

ને હોય એક શિશું નાનકડું,


જાય ત્યારે સોંપતો જાય,

એના બાળને રજવાડું,

મારી અભિલાષા મારી મમતા                     

છે આ સપનું મારુ નાનકડું,                         


હાથ જોડી વિનવું તમને હે ઈશ્વર !                    

અમર રહે મારા ભાઈનું રજવાડું.                   


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational