STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

રિવાજ નથી રાખ્યા

રિવાજ નથી રાખ્યા

1 min
297

સઘળા જીવના હૈયે, રાજ રાખ્યા છે, 

બાકી નડવાના, રિવાજ નથી રાખ્યા,


અને અમે મિત્રો, બાજ રાખ્યા છે, 

બાકી ડરવાના, રિવાજ નથી રાખ્યા,


આ હોઠ હસતાં, આજ રાખ્યા છે, 

બાકી રડવાના, રિવાજ નથી રાખ્યા,


અમારા માથા, દેશને કાજ રાખ્યા છે, 

બાકી લડવાના, રિવાજ નથી રાખ્યા,


'મા' ના આશિષ તણાં, તાજ રાખ્યા છે, 

બાકી ખાલી ખખડવાના, રિવાજ નથી રાખ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational