STORYMIRROR

Masum Modasvi

Classics Romance

2  

Masum Modasvi

Classics Romance

રહ્યાં છો

રહ્યાં છો

1 min
13.2K


ઉદાસી અમારી વધારી રહ્યાં છો,

ખરા સ્નેહ નાતા નભાવી રહ્યાં છો. 

જગતની રસમના બહાના બનાવી,

નજરથી અમોને ઉતારી રહ્યાં છો.

ઈરાદે ભરેલી હતી ચેતનાઓ,

અમોને પરાયા બનાવી રહ્યાં છો.

હ્રદયથી ચરણમાં નમાવેલ સરને,

તમે ઠોકરોએ ચડાવી રહ્યાં છો.

કસમ છે તમારી તમારા થયા પણ,

છતાં એ નમાયા ગણાવી રહ્યાં છો.

તમન્ના તમોને હતી ભેટવાની,

જગી ભાવનાઓ નકારી રહ્યાં છો.

નસીબે તડપવા લખ્યા લેખ માસૂમ, 

પછી કેમ મનને જલાવી રહ્યાં છો


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Classics