STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Fantasy Inspirational

4  

KALSARIYA PRAKASH N.

Fantasy Inspirational

રહસ્ય

રહસ્ય

1 min
321

મહેનતથી બધું છે, વાત તું જાણી લે,

એ વિના કશું નહીં, વાત તું જાણી લે.


જે મહેનત કરતા, એજ ફળ પામતા,

સનાતન સત્ય છે, વાત તું જાણી લે.


કિસ્મતમાં જે લખ્યું, એ બધું મળશે,

નસીબ મહેનતથી, વાત તું જાણી લે.


રોટલો રળવા રાત'દિ, રખડો તો પામો,

લક્ષ્ય હોય તો કેડી મળે, તું જાણી લે.


જેણે રહસ્ય જાણ્યું, મથતાં રહ્યાં 'યાદ',

થયા અમર ઈતિહાસે, એ તું જાણી લે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy