STORYMIRROR

Vijay Shah

Tragedy

4  

Vijay Shah

Tragedy

રહમ પણ હશે

રહમ પણ હશે

1 min
245

અમારો સહારો ચલમ પણ હશે,

અને એનું કારણ સનમ પણ હશે.


બરફથી છવાયા પહાડો ભલે,

પવનની લહેરો ગરમ પણ હશે.


જખમ તો રહે છે હૃદયમાં હવે,

છુપાવ્યા અમે જો કરમ પણ હશે.


દુઃખોના વહારે દુવા તો હતી,

નડ્યો કૈં અમારો અહમ્ પણ હશે.


જલાવો ભલે  લાશને આગમાં,

ખુદાના ઘરે તો રહમ પણ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy