રહી
રહી
વિષાદની વાદળી વરસી રહી
નીરવ આકાશને નિહાળી રહી
અંતરમાં ઉતરી અવલોકી રહી
જીવન જિવંત અનુભવી રહી
સંતોષની સુરેખા સોહી રહી
નિર્લેપતા નિરખી નાચી રહી
સૌંદર્યમાં સઘળે રાચી રહી
કુદરતનો કરિશ્મા માણી રહી
પ્રેમની બાજી ખેલી હારી ગઈ
ખુશ થઈ હારીને જીતી ગઈ
પ્યારનું ગીત ગુનગુની રહી
પાગલ ‘પમી’ પલળી રહી !

