રહેવુ છે !
રહેવુ છે !
એક સુંદર રચના, ફુલ નહીંપાંદડી બનીને રહેવુ છે,
પાણી નહીં, એક બુંદ બનીને રહેવુ છે.
નથી વહેવુ કોઈની આંખમાંથી આંસુ બનીને,
બની શકે તો આમ જ હોઠો પર મુસ્કાન બની ને રહેવું છે.
મતલબથી ભરેલા સંબંધો નથી જોઈતા,
મારે તો નિઃસ્વાર્થ સગાઓ જોડે રહેવું છે.
મારે ક્યાં સાગરની લહેરો બની ને વહેવું છે,
મારે તો સખીઓ સાથે આસમાનમાં ઉડવુ છે.
મારે તો બસ આમ જ
"ભાવના" મય બનીને તમારી સાથે રહેવું છે.
