STORYMIRROR

Pravin Maheta

Inspirational Others

4  

Pravin Maheta

Inspirational Others

રહેજો

રહેજો

1 min
18

હૃદયમાં ભાવ રાખી સૌને બોલાવતા રહેજો,

હોય કોઈ તમારાથી રૂઠેલા મનાવતા રહેજો,


સહુને હાસ્ય આપી તેમને હસાવતા રહેજો,

તમે આનંદી બની ને આનંદ કરાવતા રહેજો,


રાગ, દ્વેષ, ઈર્ષા, અભાવ, હટાવતા રહેજો,

સજ્જનની સાથે સંબંધ નિભાવતા રહેજો,


દુર્જન લોકોને માર્ગમાંથી હટાવતા રહેજો,

સંસ્કારી બનીને જીવન વિતાવતા રહેજો,


ટીકા - નિંદાને દરરોજ દફનાવતા રહેજો,

સમાજમાં તમારી સુગંધ ફેલાવતા રહેજો,


ભૂલ થાય કદી તો તમે સ્વીકારતા રહેજો,

માનવ મૂલ્ય સમજી ને સાચવતા રહેજો,


ભૂખ્યાઓને ભોજન તમે જમાડતા રહેજો,

શિશુઓને ગાયનું દૂધ પીવડાવતા રહેજો,


વસ્ત્ર વિહોણું હોય તેને ઓઢાડતા રહેજો,

વિદ્યાદાન આપી બાળકોને ભણાવતા રહેજો,


ગરીબ ઘરની દીકરીઓને પરણાવતા રહેજો,

જરૂર પડે દેશબંધુઓને મદદ કરાવતા રહેજો,


આપણું નહીં, ઈશનું સમજી વાપરતા રહેજો,

મા - બાપના આશીર્વાદ તમે મેળવતા રહેજો,


આપ્યો મનુજ દેહ ઈશ્વરે આરાધતા રહેજો,

આપણા પૂજનીય ને શીશ નમાવતા રહેજો,


સારું વર્તન રાખી શાખા જમાવતા રહેજો,

મંદિરે જઈ દેશ માટે ઈશને રીઝવતા રહેજો,


સૌંદર્ય સ્થળે જઈ મગજ ખીલાવતા રહેજો,

હોય દુઃખ તો લોકોની પાસે ઠાલવતા રહેજો,


સુલેહ, શાંતિ, મર્યાદાને જાળવતા રહેજો,

બાળકોમાં પ્રિય બની એને રમાડતા રહેજો,


સંત- મિલન કરીને જ્ઞાન મેળવતા રહેજો,

દેશભૂમિની રજરૂપ શિરે ચઢાવતા રહેજો,


સ્વમુખે દેશભક્તિ ગીત સંભળાવતા રહેજો,

દેશભક્તોને યાદ કરી એને સંભાળતા રહેજો,


ભાવપૂર્વક રાષ્ટ્રીય પર્વોને મનાવતા રહેજો,

ચાહક બની દેશબંધુના હાથ મિલાવતા રહેજો,


સહુને માન - સન્માનથી હૈયે વસાવતા રહેજો,

ઔપચારિક નહીં, ભાવથી બોલાવતા રહેજો,


જીર્ણ ગૃહ ત્યજી નૂતન ગૃહે સિધાવતા રહેજો,

"પ્રવિણ" સ્મૃતિ બની, લોકોને સાંભળતા રહેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational