STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children

3  

Dharmik Parmar 'Dharmad'

Children

રેલગાડી

રેલગાડી

1 min
14.9K


છુક છુક છુક છુક ગાડી દોડે !

કદી'ય તેનો પાટો ના છોડે...


માસ્તરજી લીલી ઝંડી બતાવે.

મસ્તીખોર પીંટુડો સૌને સતાવે.

ટોપીવાળા ભાઈ ટીકીટ આપે.

ઝટપટ ગાડી લાંબું અંતર કાપે !

વાતો કરે સૌ એક બીજા જોડે !

છુક છુક છુક છુક ગાડી દોડે !


બારીમાંથી દેખાય દરિયા-રાજા !

પીંકી વગાડે ઢોલ ને વાજાં !

સ્ટેશન આવે તો થોભી જાય.

આખ્ખી ગાડી પાછી ભરાઈ જાય !

કાળો કાળો ધુમાડો છોડે...


Rate this content
Log in

Similar gujarati poem from Children