રડવાનું
રડવાનું
ભીનું કવર
પારસલ આવ્યું છે
આંસુંનું ફરી,
કોઈની કિસ્મતમાં ફરવાનું,
કોઇની કિસ્મતમાં રડવાનું,
લેણાદેવી એવી જીવનથી,
કોઈને હરપળ બસ મરવાનું,
બાવળ વાવ્યા તો કંટક મળ્યાં,
જેવું વાવ્યું એવું લણવાનું,
આંસું તગતગતું પારા જેવું,
આંખોમાં રહીને એ તરવાનું,
કોઈ કારણ હો કે ના તો પણ,
તારે ને મારે બસ લડવાનું,
મહોબત ને ભય મિત્રો પુરાના,
કોઈ રીસે ના કાયમ
initial;">ડરવાનું,
દુનિયા માંગી લો ઈશ્વર પાસે,
બદલામાં બસ શ્રીફળ ધરવાનું,
ચાહતમાં એવું શું મીઠું છે?
પ્રેમીને જ્વાળામાં બળવાનું.
માણસનાં તળમાં ડોકાય જુઓ,
નિર્દય કોઈ પ્રાણી મળવાનું,
દિવસો ઓછાં બાકી જીવનનાં,
મારે ખૂબ બાકી છે લખવાનું,
ફૂલો વહાલા માળીને ખૂબ,
એના ભાગે તો બસ ખરવાનું,
તારું મળવું ક્યાં છે દુશવાર,
ખૂલી આંખે સપને સરવાનું!