STORYMIRROR

Dikshita Shah

Inspirational Others

4  

Dikshita Shah

Inspirational Others

રચના કરી

રચના કરી

1 min
424

હાય ! કોણે આ વિરોધાભાસની રચના કરી ? 

ખારા આસું આંખે દઈને પ્યાસની રચના કરી.


બે અધર મૂંગા રહી જે ના કદી બોલી શક્યા, 

વણકહયું સમજાવવા અહેસાસની રચના કરી.


સૌ પ્રથમ માટીના તનમાં મીણનું હૈયું દીધું,

ને પછી એ તોડવા વિશ્વાસની રચના કરી !


એ નસીબે હોય નહિ તો મોહ શું એનો ભલા ?

ગમતું છોડી ખુદબખુદ સન્યાસની રચના કરી !


જિંદગી સમ શુષ્કતા ધરતીય રાખે ક્યાં સુધી ?

એટલે લીલાશ સાથે ઘાસની રચના કરી !


આભ સાથે આંખને સુંદરતા અર્પી એ રીતે,

બે જગાએ પાણીના આવાસની રચના કરી.


તું ય કારીગર અસલ છે, ઓ ખુદા હું શું કહું ?

પૃથ્વી પર ક્ષિતિજ રચી આભાસની રચના કરી !


આભ ફાટ્યું,પહાડ તૂટ્યો,તોય ઉફ્ મેં ના કર્યું,

જોઈ લો, સૌથી અલગ ઈતિહાસની રચના કરી.


આમ તો મારા હતા પણ આજથી થઈ ગ્યા રકીબ,

દોસ્ત!અંગત રહી ગજબ ઉપહાસની રચના કરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational