STORYMIRROR

Hemaxi Buch

Fantasy

4  

Hemaxi Buch

Fantasy

રાત

રાત

1 min
376

સાંજ જેને મળવા આતુર છે,

રાત એ જ તો પ્રિયતમ છે,


યાદોને પાંગરવાની મુક્તતા,

પ્રેમને વિસ્તરવાની ઘડીઓ,


સપનાને મ્હોરવાનો અવકાશ,

કોઈના પણ અવરોધ વગર,


પોતાના પ્રિય પાત્રને મળી શકવાની,

પૂર્ણ રૂપની ખુલ્લી સ્વતંત્રતા,


આમ કોઈ એકની નહિ ને

આમ જોઈએ તો દરેકનો પોતાનો જ ઇજારો,


ક્યારેક રંગોથી રંગાય,

ને ક્યારેક રંગો વગર જ રંગાય,


પોતે ઘૂંટાય સતત ઘોર અંધકારમાં

ને બને જન્મદાત્રી પ્રકાશની,


હકારાત્મક ઊર્જાનું બીજાંકુર

આ રાત જ તો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy