રાત કાળી આવતી
રાત કાળી આવતી
ઓઢી પછેડો રાત કાળી આવતી જાગ્રત બનો,
ઘનઘોર અંધારા અમાસે આણતી જાગ્રત બનો.
જાતો છૂપાઈ ચાંદ પણ કરતૂત કાળા નીરખી,
સંગાથ લાવે દૃષ્ટ, વૃત્તિ પીડતી જાગ્રત બનો.
તિલ્સમી ચમત્કારો કરે ને માનતા જન સત્ય છે,
જાદુ અને ટોણા કરી ને ડારતી જાગ્રત બનો,
સાચી કરામત ઈશ તણી ઓળખ કરો તો છે મજા,
જો આ પ્રપંચે ડૂબશું તો કાંતતી જાગ્રત બનો,
પાખંડ કરતાં જન સકલ, આસુર વૃત્તિના ગણો,
તું છોડજે 'શ્રી' અંધ શ્રદ્ધા ખૂંચતી, જાગ્રત બનો.
