STORYMIRROR

Zalak bhatt

Tragedy Fantasy

4  

Zalak bhatt

Tragedy Fantasy

રામ - કામ

રામ - કામ

1 min
166

વનમાં નાની તું સખી પણ મોટું તારું કામ

તારું મુખડું જોઈને યાદ આવે છે રામ,


જેવું-જેમને જેટલું તે કર્યું રામનું કામ

તેથીજ જોને આજ પણ શોભી રહ્યાં નિશાન,


નાના સરખાં દેહમાં લીધો રેતનો કણ

તારા ભોળા ભાવથી પામી તું ભગવન,


ભોળપણ તે ક્યાં મળે ? મુજને જરાં બતાવ

રામ મળશે શું મુને ? મારો માનવ છે અવતાર !


ખિસકોલી મૂંઝાઈ ગઈ ! શું આલું જવાબ ?

કે’છે આપ માનવ નહીં બની બેઠાં નવાબ,


રામે રાજ્ય છોડ્યું લઈ લીધો વનવાસ

આપનાં આવા મહેલ ભૈ ! ક્યાંથી મળે તે આંહી ?


મળવું હોય જો રામને તો મનથી લો વૈરાગ

હું દોડું છું જે રીતે તે જ રીતે તું ભાગ,


પડતો મૂક સંસાર ને સગા-સંબંધી મેલ

પછી, અયોધ્યના આંગણે કરશું આપણે ખેલ,


આપણે વાનર થઈ જશું શિવના ડમરુ કાજ

જોજે રામ જ બોલશે દો’વાનર મારે કાજ,


વનમાં નાની છું સખા પણ મોટું મારું કામ

તેથી મુખડું જોઈને યાદ આવે છે રામ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy