STORYMIRROR

Chirag Padhya

Inspirational Others

3  

Chirag Padhya

Inspirational Others

રાખડી

રાખડી

1 min
27.4K


સોનાથી અનમોલ રેશમનો તાર છે રાખડી,

બહેનાનો ભાઈઓ પરનો દુલાર છે રાખડી.


રક્ષા કાજે ઉજવાય છે આ અનમોલ બંધન,

ભાઈ બહેનના પ્યારનો વ્યવહાર છે રાખડી.


રેશમનો ધાગો નથી અતૂટ ડોર રુપી બંધન,

શ્રેષ્ઠ સંબંધનો ઉજવાતો તહેવાર છે રાખડી.


વીરાની રક્ષા કરતી રાખડી બની એની ઢાલ,

તલવારથી પણ તેજ હથિયાર છે રાખડી.


માંગે ભગવાન પાસે ખુશીઓ એક બીજાની,

આશીર્વાદ સમો પ્રભુનો ઉપહાર છે રાખડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational