રાખડી
રાખડી
હું લાવી મજાની, સુંદર મજાની,
વીરાને બાંધવા રાખડી.
હું નાનેરી બેનડી, નાનેરા ભાઈને,
હેતથી બાંધીશ રાખડી.
ભલે લડતા-ઝગડતા સાથે,
ગણી ગાંઠે ના બાંધતા આજે,
મમ્મી કહે તે માની,
પપ્પાની હું લાડલી,
વીરાને બાંધીશ રાખડી.
ચણીયા ચોળી પે'રી હું આવી,
પેંડા, બરફી હું તાજા લાવી,
મારા હૈયાના હેતનો,
તૂટે ના તાંતણો,
વીરાને બાંધીશ રાખડી.
બળેવ પવિત્ર, તહેવાર આજે,
આશિષ આપું, વીરાને કાજે,
ઊની આંચ ના આવે,
વીરાને બાંધીશ રાખડી.
