રાખડી
રાખડી
સ્નેહના શુકન લઈ ઊગી,
પૂનમ આજ શ્રાવણની,
ઠારતી આંખ ઘેલી જોડી,
ધન્ય ! બહેન બાંધવની,
પર્વ તું પાવન ; રક્ષાબંધન,
શોભે હાથ રાખલડી,
ભાતૃપ્રેમે બલિજ બંધાયા,
મા લક્ષ્મી જ સુખલડી,
રેશમીયા તાંતણે વીરા,
વાળું સ્નેહ ગાંઠલડી,
પ્રભુ માગું કરજો રક્ષા,
બાંધવ આંખ તારલડી,
ભાલમાં શોભે વિજય તિલક,
જુગ જીવે તારી શાખલડી,
ભવભવે માગુંજ આજ વીરો,
બેન ઉરે એજ આશલડી,
બેન મારી તું હિરણ્યભાગી,
ભાવે ભીંજે આંખલડી,
રાખડી અમર સ્નેહનું સંધાન,
લે બહેન ચૂંદલડી.